લાલપુર પંથકના વાડી વિસ્તારમાં પાડોશીને સગીરે દુષ્કર્મ આચરવાના બનાવના કેસમાં સ્પે. પોક્સો કોર્ટએ સગીરને તકસીરવાન ઠેરવી 3 વર્ષના પ્રોબેશન ઉપર મુકવાનો આદેશ કર્યો હતો. અને વળતરપેટે બાળકીને બે લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ ઓક્ટોબર 2020માં લાલપુર પંથકના વાડી વિસ્તારમાં ગત્ તા. 29-10-2020ના સાંજના સમયે સાડા આઠ વર્ષની બાળકી ખેતરમાં હતી ત્યારે સગીરે બાળકી ઉપર વાડીમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર બાળકી રડતી હતી. જેથી પરિવારજનો દ્વારા ભોગ બનનારને લાલપુરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને તેના પરિવારજનોને સગીરે દુષ્કર્મ આચર્યાનું જણાવતા લાલપુર પોલીસે પોણા સતર વર્ષના સગીર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવનો કેસ સ્પે. પોકસો કોર્ટમાં વી. પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા 23 જેટલા સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી સગીરને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો. સગીરને 3 વર્ષના પ્રોબેશન ઉપર મૂકવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ભોગ બનનાર બાળકીને વળતરપેટે બે લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ ફરમાવ્યો હતો.


