Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં SIR કામગીરીની સમીક્ષા કરતા મંત્રી રિવાબા જાડેજા

જામનગરમાં SIR કામગીરીની સમીક્ષા કરતા મંત્રી રિવાબા જાડેજા

જામનગર શહેરમાં ચાલુ SIR કામગીરીને વધુ અસરકારક બનાવવા સરકારના નેતાઓ અને મંત્રીઓ દ્વારા સતત વિસ્તારોની મુલાકાતો લેવામાં આવી રહી છે. આ અનુસંધાને રાજ્યની મંત્રી રિવાબા જાડેજાએ વોર્ડ નંબર–6 ની મુલાકાત લીધી હતી.

- Advertisement -

મુલાકાત દરમિયાન તેમણે સ્થળ પર ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી અને સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકારની લોકો સંપૂર્ણ સહકાર આપે એ જરૂરી છે. વિસ્તારના સ્થાનિક આગેવાનોને અપીલ કરી કે તેઓ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડે અને કામગીરી દરમિયાન નાગરિકોને સહાયરૂપ બને. ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને તેમણે કાર્યપ્રગતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો પણ આપ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular