Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઅંબાજીમાં અષાઢ નવરાત્રિની પૂજા કરતા રાજ્યમંત્રી

અંબાજીમાં અષાઢ નવરાત્રિની પૂજા કરતા રાજ્યમંત્રી

- Advertisement -

જામનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા કુટીર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દરવર્ષની માફક આ વખતે પણ અષાઢી નવરાત્રિ અનુષ્ઠાનમાં અંબાજી ખાતે માં અંબાના સાનિધ્યમાં અનુષ્ઠાનમાં જોડાયા હતાં. તેઓએ તેમના પરિવાર સાથે માં અંબાની બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી. સાથોસાથ અષાઢી ગુપ્ત નવરાત્રિમાં તેમાં હવન સાથે અનુષ્ઠાન પણ કર્યુ હતું. તેમજ સાતમના દિવસે અંબાજી માતાજજીને ધ્વજારોહણ કર્યુ હતું. આ નવરાત્રિ અનુષ્ઠાનમાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) અને તેમનો પરિવાર જોડાયો હતો અને માતાજીના ચરણોમાં એવી પ્રાર્થના કરી હતી કે, ગુજરાત કોરોનાથી મુકત બન્ને અને મેઘરાજાની કૃપા દ્રષ્ટિ સમગ્ર ગુજરાત ઉપર રહે તેવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિર ખાતે તેઓએ માતાજીના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પુજાવિધીમાં પણ જોડાયા હતાં તેઓએ આ પુજામાં જોડાવા બદલ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular