જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં જૈન સંત પારસમુની મહારાજ સાહેબ પર્ધાયા છે. ત્યારે કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ પારસમુની મહારાજના આશ્રય સ્થાજે જઇ તેમની મુલાકાત લઇ આર્શિવાદ મેળવ્યા હતાં.
આ તકે, કાલાવડ જૈન સંઘના પ્રમુખ પી.સી.મહેતા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઇ વોરા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પારસમુની મહારાજ સાહેબ દ્વારા કૃષિમંત્રીને લોકહિત માટે કામ કરવા અને સારા સ્વાસ્થ્ય માટે આર્શિવાદ આપ્યા હતાં.