રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આજરોજ હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ચાલતી ટેકાના ભાવે ચણાની ખરીદીના કેન્દ્રની મુલાકાત લીધી હતી. અકસ્માત વિમા પોલીસી અંતર્ગત ખેડૂતના વારસદારને મૃત્યુ સહાયનો ચેક અપર્ણ કર્યો હતો. જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.
આજરોજ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ માર્કેટ યાર્ડની અકસ્માત વિમા પોલીસ અંતર્ગત અકસ્માતે અવસાન પામેલ ખેડૂતના વારસદારને રૂા. પ0 લાખનો ચેક કૃષિ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા વાઇસ ચેરમેન જમનભાઇ ભંડેરી તથા સભ્યો ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ મુકુન્દભાઇ સભાયા, કુમારપાલસિંહ, તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા તથા ડિરેકટરો, ખેડૂત આગેવાનો બકુલસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.