જામનગર જિલ્લાના નાગરિકો માટે એસ.ટી. બસોના પ્રશ્ર્નોનું સત્વરે નિકાલ લાવવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા એસ.ટી. નિગમના અધિકારીઓને સૂચના આપી હતી અને નાગરિકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા છે.
કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર જિલ્લાના નાગરિકો માટે જામનગરની એસ.ટી. નિગમની સેવાઓ અંગે મળેલ રજૂઆતો સંદર્ભે એસ.ટી. નિગમના અધિકારીઓને સૂચનાઓ આપી બસ સેવાઓને લગતા પ્રશ્ર્નોનું સત્વરે નિકાલ કરી સેવાઓ પૂર્વવત કરી છે.
જામનગર વિભાગની તમામ લોકલ બસ ઇન્ટરસીટી બોર્ડ લગાવીને ચાલે છે એ સંદર્ભે લોકલ રુટમાં લોકલ બોર્ડ પ્રસિધ્ધ કરી સંચાલન કરવામાં આવે જ છે. આમ છતાં વિભાગના તમામ ડેપો મેનેજરને ફરીથી સૂચના આપવામાં આવી છે.તેમજ રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત થતી લોકલ સર્વિસ અંગે વિભાગીય નિયામક રાજકોટને સૂચના આપી દેવાઇ છે.
એજ રીતે અલીયા ગામે સવારે જે નાની બસ આવે છે તેના બદલે મોટી બસ ફાળવવા માટે પણ ડેપો મેનેજર જામનગરને સૂચના આપવામાં આવી છે. શેખપાટવાળી જે બસ સવારે જે શેખપાટથી આવે છે તે વળતા ધુવાવના વિદ્યાર્થીઓને લેતા નથી તે અંગે પણ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જામનગર-બજરંગપુર વાયા પસાયા જુનો રુટનું સંચાલન હાલ કાર્યરત જ છે. ખંભાળિયા તરફથી તમામ લોકલ સર્વિસોને ગાગવાધારના પાટીયા ખાતે સ્ટોપ પણ આપી દેવાયું છે. તેમજ અમલવારી અંગે ડેપો મેનેજર જામનગર, ખંભાળિયા, દ્વારકાને સૂચના આપવામાં આવી છે.
ધ્રોલ ડેપોની નેસડા નાઇટ બસ ડેપો મેનેજર ધ્રોલને કહેવા છતાં ચાલુ કરેલ નથી. એ માટે સર્વિસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે.
કાલાવડ તાલુકાના મકાનજી મેઘપર ગામે એકપણ બસ આવતી નથી. એ અંગે પણ રાજકોટ વિભાગને જાણ કરાઇ છે. તેઓ દ્વારા ટૂંકસમયમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે. જામનગર-જખૌ વાયા સચાણા બસને સચાણા ગામ સુધી લંબાવવા અંગે રુટનો સર્વે કરી નિર્ણય લેવામાં આવશે.
જામનગરથી લોઢીયા વાયા દરેડ, ચેલા, ચંગા, ચંદ્રગઢ, ખોજાબેરાજા આ બસ જુની હતી તે ચાલુ કરવા માટે રજૂઆત હતી પરંતુ આ શિડ્યૂઅલનું નિયમિત સંચાલન કરવામાં આવે છે. જામનગરથી છતર-ચેલાબેડી 14:45 વાળી બસ બંધ અંગે તેમજ ખંભાળિયા-કાલાવડ, મુળીલાનો જુનો રુટ ચાલુ કરવો જે સંદર્ભે ડ્રાઇવર/કંડકટરની ઘટના કારણે કંટ્રોલ કરવામાં આવી છે. હાલ ડ્રાઇવર/કંડકરની ભરતી પ્રક્રિયા ચાલુ હોય પોસ્ટીંગ થયે તાત્કાલિક ચાલુ કરવામાં આવશે. ખંભાળિયા-મોરબી વાયા ભાદરા પાટીયા, હડિયાણા, રામપર જુનો બસ રુટ ચાલુ કરાવવા રજૂઆત છે. પરંતુ હાલમાં આ રુટનું નિયમિત સંચાલન કાર્યરત જ છે.