ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા તા.10/02/2022ના રોજ સમાજ સુરક્ષા પ્રભાગ સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, જામનગર, આહિર ક્ધયા છાત્રાલય અને ભરવાડ ક્ધયા છાત્રાલય સંસ્થાની મુલાકાત કરવામાં આવી હતી.
મંત્રી પ્રદીપભાઈ પરમાર દદ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનાં બાળકો તથા સ્ટાફ સાથે વાર્તાલાપ કરી તથા સર્વે સંસ્થાઓના વિવિઘ વિભાગોની મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવેલ હતું. મંત્રી એ બાળકોને મળતી સેવાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. સંસ્થાઓની મુલાકાત દરમ્યાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરસિયા દ્વારા મંત્રી પ્રદીપભાઈ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મંત્રી એ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અંતર્ગતના વિભાગોની તથા સંસ્થાઓની કામગીરીથી સંતોષ વ્યકત કર્યા હતો તથા તેમની કામગીરીને બીરદાવી હતી.
આ મુલાકાત દરમ્યાન પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ ચાવડા, નિયામક વિકસતી જાતિ ખમાણ, નિયામક સમાજ કલ્યાણ ઘનશ્યામ વાઘેલા, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના અધિક્ષક્ ડો.વી.કે મેવાડા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, પ્રોબેશન ઓફિસર એમ.એમ.વ્યાસ, સીનીયર કલાર્ક બી.સી.પ્રેમાણી તથા વિવિધ વિસ્તારના આગેવાનો અને સંસ્થાઓના સર્વે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.