ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસેથી ખાણખનિજ શાખાની ટીમ દ્વારા ચેકિંગ દરમ્યાન એક જેસીબી અને પાંચ ટ્રેકટર મારફત થતી ખનિજચોરી ઝડપી લઇ કુલ રૂપિયા 60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દરોડાની મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં છેલ્લા થોડાં દિવસોથી ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખાણખનિજ ખાતા દ્વારા ગેરકાયદેસર ચાલતી ખનિજચોરી અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે અવારનવાર સાદી માટીની બિનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગરના ખાણખનિજ ખાતાના નિખિલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતિકભાઇ, રાજનીકાંતભાઇ સહિતની ટીમ દ્વારા તા. 03ના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
જેમાં મુળાભાઇ હાદાભાઇ ઝાપડાની માલિકીનું જીજે12-સીએમ-5163 નંબરનું જેસીબી, નારણભાઇ ગોવિંદભાઇ ઝાપડાની માલિકીનું જીજે10-ડીએ-8812 નંબરનું ટ્રેકટર, આમીરહુશેન ચાવડાની માલિકીનું જીજે06-પીએચ-3214 નંબરનું ટ્રેકટર, ભૂરાભાઇ વીરાભાઇ ઝાપડાની માલિકીનું જીજે10-ડીએન-2808 નંબરનું ટ્રેકટર, હાદાભાઇ હરજીભાઇ ઝાપડાની માલિકીનું જીજે10-ડીએ-9476 નંબરનું ટ્રેકટર તથા જાવેદભાઇ લતીફભાઇ ચારેણાની માલિકીનું નંબરપ્લેટ વિનાનું ટ્રેકટર સરકારની મંજૂરી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ ઝડપી લીધા હતાં. કુલ રૂપિયા 60 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી સોયલ ગામ ખાતે કસ્ટડી સોંપી આપી હતી.


