Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાથી ફરી ઠંડીનું જોર વધ્યું

જામનગરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાથી ફરી ઠંડીનું જોર વધ્યું

લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો : લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું : નાતાલની ઉજવણી વચ્ચે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા

- Advertisement -

જામનગરમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું હતું. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ગગડી જતાં વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાથી રાતથી લઇને સવાર સુધી વધારે ઠંડી અનુભવાઇ હતી. જેને પરિણામે શહેરીજનો ઠંડીથી અકળાયા હતાં.

- Advertisement -

જામનગરમાં ગઇકાલે શહેરીજનો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આરે છે. ત્યારે જામનગરમાં ગઇકાલે ઠંડીનું જોર પુન: વધ્યું હતું. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી નીચે તરફ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરમાં વાદળોના જમાવળાને પગલે ત્રણેક દિવસ ધાબડીયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતાં સૂર્યનારાયણના દર્શન થતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ ગઇકાલે ફરી લઘુત્તમ તાપમાનમા ઘટાડો જોવા મળ્યો હતો. જામનગર કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા તથા પવનની ગતિ 4.5 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી.

આજે સવારે પુરા થતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડયું હતું. ગઇકાલે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયા બાદ 2.5 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રીએ પહોંચ્યું છે. લઘુત્તમ તાપમાનના ઘટાડાથી રાત્રીથી સવાર સુધી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. નાતાલની ઉજવણી વચ્ચે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં. તેમજ રાત્રીના સમયે તાપણાનો સહારો લેતાં પણ શહેરીજનો જોવા મળ્યા હતાં. જામનગર શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતુું. કાલાવડ, જામજોધપુર, હડિયાણા, ધ્રોલ-જોડિયા સહિતના વિસ્તારોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ઠંડીનું જોર વધતા ચા-કોફી, કાવો, સુપ તેમજ ગરમ ખાણી-પીણીની માગ વધી છે. તો બીજીતરફ ચીકી, શેરડી, ઝિંઝરા, ખજૂર, અડદીયા જેવી શિયાળુ વાનગીઓનો પણ શહેરીજનો આનંદ ઉઠાવી રહ્યાં છે. બીજીતરફ વાડીઓમાં વરાળિયુ તેમજ ઘુટ્ટા પાર્ટીના આયોજન પણ થઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular