Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાંથી સુરંગ મળી...!

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાંથી સુરંગ મળી…!

અમરનાથ યાત્રા દરમ્યાન હુમલાનું કાવતરૂં નિષ્ફળ બનાવતું બીએસએફ : પાકની નાપાક હરકત

- Advertisement -

બીએસએફએ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક ગુપ્ત સુરંગ શોધી કાઢી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ અમરનાથ યાત્રા દરમિયાન હુમલા અને વિક્ષેપ ઉભા કરવાનું કાવતરું ઝડપી પાડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની આ યોજનાને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી છે. મળતી વિગત મુજબ સાંબા જિલ્લામાં ચક ફકીરા સરહદી ચોકી હેઠળના વિસ્તારમાથી 150 મીટર લાંબી સુરંગ મળી આવી હતી. સરહદથી 50 મીટરના અંતરે આ સુરંગ ભારતીય બાજુથી લગભગ 700 મીટર દૂર પાકિસ્તાની પોસ્ટ ચમન ખુર્દ ફિયાઝની સામે મળી આવી હતી.

- Advertisement -

આ ઘટના બાદ જમ્મુ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસ.પી.એસ. સંધુએ જણાવ્યું કે, આ સુરંગ તાજેતરમાં જ ખોદવામાં આવી હતી અને પાકિસ્તાન તરફથી શરુ કરી હતી. અત્યાર સુધીમાં 21 રેતીની થેલીઓ મળી આવી છે, જેનો ઉપયોગ સુરંગમાંથી બહાર નીકળવા માટે કરવામાં આવ્યો હતો. જમ્મુના સુંજવાન વિસ્તારમાં 22 મી એપ્રિલે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની બસ પર હુમલો કર્યા બાદ અને એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની હત્યા કર્યા પછી સુરક્ષા દળોએ બે આત્મઘાતી બોમ્બરોને ઠાર કર્યાના લગભગ પખવાડિયા પછી આ સુરંગ મળી આવી છે. બીએસએફ જમ્મુ ફ્રન્ટીયર પોલીસ મહાનિરીક્ષક ડી.કે. બૂરાએ સુરંગ શોધવામાં સૈનિકોની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, દોઢ વર્ષથી ઓછા સમયમાં આ પાંચમી સુરંગ શોધી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુંજવાન છે વિસ્તારમાં 22 એપ્રિલના એન્કાઉન્ટર બાદબીએસએફએ આંતરરાષ્ટ્રીય સરહદે સુરંગ શોધવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે. બીએસએફ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાની લગભગ 192 કિલોમીટર પર સંચાલન કરી રહ્યું છે અને સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી, શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી અને ડ્રોન પ્રવૃત્તિના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કડક તકેદારી રાખી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular