Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન રામ મંદિર નિર્માણ માટે કરોડોનું ભંડોળ એકઠું...

વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન રામ મંદિર નિર્માણ માટે કરોડોનું ભંડોળ એકઠું થયું

- Advertisement -

અયોધ્યામાં તૈયાર થઇ રહેલ રામમંદિરના નિર્માણ માટે લાખો લોકોએ દાન આપ્યું છે. જયારે છેલ્લા અને 44માં દિવસ સુધીમાં કુલ 2100 કરોડનું ભંડોળ એકઠું થયું છે. અને ચેક ક્લીયર કરવાના બાકી હોવાથી હજુ પણ આ રકમ 2500 કરોડની નજીક પહોચી જાય તેવી શક્યતાઓ છે. વિશ્વ હિંદુ પરિષદ દ્રારા 15 જાન્યુઆરીથી નિધિ સમર્પણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. અને શનિવારે સાંજ સુધી એટલે કે છેલ્લા અને 44માં દિવસ સુધીમાં 2100 કરોડનું ભંડોળ એકઠું થયું છે. સમર્પણ નિધિ અભિયાન માત્ર ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થયું છે જ્યારે અન્ય રાજ્યોમાં તે મોડેથી શરૂ થયું હોવાથી હજી ચાલુ રહેશે. 

- Advertisement -

રામ મંદિર ડોનેશન અભિયાનમાં રૂા. 2,100 કરોડથી વધુ ભગવાન રામ લલાના બેન્ક ખાતામાં જમા થયા છે. શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ટ્રેઝરર સ્વામી ગોવિંદ ગીરીએ જણાવ્યું કે અત્યાર સુધી શ્રી રામ લલાના બેન્ક  ખાતામાં રૂા. 2,100 કરોડથી વધુ જમા થઈ ગયા છે. કુલ રકમ રૂા. 2,500 કરોડને પાર કરી જાય એવી સંભાવના છે કારણ કે હજી ઘણા ચેક ક્લીયર નથી થયા. ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે સમર્પણ નિધિ અભિયાન માત્ર ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થયું છે જ્યારે અન્ય રાજ્યોમાં તે મોડેથી શરૂ થયું હોવાથી હજી ચાલુ રહેશે. રામ મંદિરના નિર્માણ પાછળ 1500 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.દોઢ લાખની ટીમ અભિયાનના કામે લાગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular