Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરમેમાણા નજીક ઇકો કારે ઠોકરે ચડાવતાં પરપ્રાંતિય પ્રૌઢાનું મોત

મેમાણા નજીક ઇકો કારે ઠોકરે ચડાવતાં પરપ્રાંતિય પ્રૌઢાનું મોત

સાસુને વતનમાં જવા માટે જમાઇ મુકવા જતાં હતાં : પાછળથી આવી રહેલી પૂરપાટ કારે સાસુને ઠોકરે ચડાવ્યા : પોલીસ દ્વારા કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં પાટીયા નજીકથી પૂરપાટ આવી રહેલી કારના ચાલકે પ્રૌઢાને પાછળથી હડફેટ લઇ ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છત્રીફળીયુ કિલાજોબાટ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામની સીમમાં આવેલી ભરતભાઇ ગાગીયાના ખેતરમાં મજૂરી કામ કરતાં લાલુભાઇ ઇડીયાભાઇ કટારીયા નામના યુવાનના સાસુને તેના વતનમાં જવું હોય જેથી મેમાણા ગામના પાટીયા પાસે મુકવા આવ્યો હતો તે દરમિયાન ગઇકાલે બપોરના સમયે મેમાણા ગામના પાટીયાથી આગળના રોડ પર સાસુ-જમાઇ જતાં હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલી જીજે-23 સીઇ-1998 નંબરની ઇકો કારના ચાલકે યુવાનના સાસુને પાછળથી હડફેટ લઇ ઠોકરે ચડાવતાં પ્રૌઢાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે નજીકની હાોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની મૃતકના જમાઇ લાલુભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular