Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરજામનગર સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં મધરાતે દોડધામ - VIDEO

જામનગર સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં મધરાતે દોડધામ – VIDEO

બીજા માળેથી પડતા વિદ્યાર્થીને ગંભીર ઇજા

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રાત્રે અંદાજે અઢી વાગ્યાના સમયે હોસ્ટેલના બીજા માળેથી એક વિદ્યાર્થી પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. અચાનક બનેલી આ ઘટનાથી હોસ્ટેલ પરિસરમાં ભય અને દોડધામનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

- Advertisement -

ઘટના બાદ હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓએ તાત્કાલિક મદદ માટે કેમ્પસ બહાર નીકળી બેડેશ્વર વિસ્તારના વાઘેર યુવાનોનો સહારો લીધો હતો. સ્થાનિક યુવાનોની મદદથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સમયસર સારવાર મળી શકી હતી.

- Advertisement -

હાલ આ સમગ્ર ઘટનાની તપાસ બેડી મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થી કેવી રીતે અને કયા સંજોગોમાં બીજા માળેથી પડ્યો તેની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓના નિવેદન તેમજ સ્થળ પરની માહિતી એકત્ર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular