Saturday, March 14, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં આધેડ ઉપર પાઇપ વડે હુમલો

દ્વારકામાં આધેડ ઉપર પાઇપ વડે હુમલો

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અજુભા વીરાભા સુમણિયા નામના 55 વર્ષના હિન્દુ વાઘેર આધેડએ શિવરાજપુર વિસ્તારમાં રહેતા સવાભા કુંભાભા નાયાણીના ઘરે ખાળકુવાનો ખાડો કરેલ હોય, જે ખાડાના મજૂરીના પૈસા બાકી હોવાથી ફરિયાદી અજુભા પાસે માંગતા તેણે ઉશ્કેરાઈને અજુભાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા અજુભા સુમણીયાને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આરોપી સાવાભા નાયાણી સામે આઈપીસી કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular