અવાર-નવાર મેટ્રો ટ્રેનના અમુક કિસ્સાઓમાં સામે આવતા હોય છે. વાયરલ વીડિયોમાં મેટ્રો ફેમસ છે. મેટ્રો કયારેક ડાન્સ કલબ બને છે તો કયારેક બાથરૂમ બને છે. મેટ્રો કયારેક કપલ માટે રોમેન્ટીક પ્લેસ બને છે. તો કયારેક ઝઘડાનું ઘર જ્યારે આ વખતે મેટ્રો પ્લેગ્રાઉન્ડ બની છે એક સ્કૂલે જાતી નાની બાળકીએ મેટ્રોને પ્લે ગ્રાઉન્ડ બનાવ્યું છે અને મેટ્રોમાં રમત રમતી બાળકીનો નટખટ વિડિયો ખૂબ વાયરલ થયો છે અને લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યો છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ ગ્રામ પર સીએસ-11384 પરથી આ વીડિયો શેર કરાયો છે અને તેમાં કેપ્સન આપ્યું છે કે, દિલ્હી મેટ્રોમાં આપનું સ્વાગત છે આ કેપ્ટનથી અંદાજો આવે છે કે આ વીડિયો દિલ્હીના કોઇ કોચનો હશે. વાયરલ વીડિયોમાં મેટ્રોની અંદર સપોર્ટ હેંડલથી એક બાળકી રમી રહી હતી. કયારેક પોલ પકડીને ચઢી રહી હોય તો કયારેક બંને હેંડલ પકડીને લટકીને રમી રહી છે. બાળકીની રમતની નાદાની અને નટખટ સરારતો લોકોને ખૂબ ગમી હતી અને લોકોએ ખૂબ વખાણી હતી.