માનહાનિ કેસમાં કોર્ટે એમ.જે. અકબરની માનહાનિની અરજીને ફગાવતાં, પ્રિયા રામાનીની તરફેણમાં નિર્ણય સંભાળવ્યો છે. કોર્ટે પત્રકાર પ્રિયા રામાનીને માનહાનિ માટે દોષી ન ઠેરવતાં આ મામલે નિર્દોષ જાહેર કરી છે.
2018માં મીટૂ અભિયાન દરમિયાન પત્રકાર પ્રિયા રામાનીએ એમ,જે અકબર સામે શોષણનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એમ. જે અકબરે પ્રિયા રામાની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેની સૂનાવણી કરતાં કોર્ટે પૂર્વ મંત્રી અકબરની માનહાનિની અરજીને ફગાવી છે.