ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ સહીતના જીલ્લાઓમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. તેવામાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ 20% જેટલા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પરિણામે હજુ પણ અનેક સેવાઓ ખોરવાઈ છે. હજુ પણ 8સ્ટેટ હાઈવે અને 89 માર્ગ બંધ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, સુરત, નર્મદામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જે હવે હટ્યું છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર જીલ્લાના મોટાભાગના જળાશયો છલકાયા છે. તો રાજ્યના 65 જળાશય હાઈ એલર્ટ પર છે. 5જળાશય એલર્ટ પર છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે. અન્ય રાજ્ય માંથી આવેલી 5 ટીમ પૈકી 1ટીમ દેવભૂમિ દ્વારકા,2 ટીમ જામનગર,1 ટીમ રાજકોટ,1 ટીમ પોરબંદર ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.