મેઘરાજાએ વિરામ લીધા બાદ જન્માષ્ટમીના તહેવાર બાદ રાજ્યના અમુક જીલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. છતાં પણ આ વર્ષે વરસાદની ઘણી અછત છે. અને ચોમાસું લંબાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજે સવારથી રાજ્યના 20 તાલુકાઓમાં સારવારથી જ ધીમીધારે મેઘરાજાની પધરામણી થઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 8 સપ્ટેમ્બરે ભારે વારસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. પરિણામે ખેડૂતોમાં ફરીથી આશા જાગી છે.
આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારેવરસાદ પડશે.ગુજરાતમાં કુલ વરસાદની 41% ઘટ છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા રાજયમાં વરસાદની ઘટ 9 ટકા ઘટીને 41 ટકાએ પહોંચી છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 37 ટકા ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ આગાહી મુજબ વરસાદ થશે તો ચોમાસાને અંતે વરસાદની 25 ટકા ઘટ રહેવાની શક્યતા છે. આજે સવારથી રાજ્યના 20 જેટલા તાલુકામાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે.