Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

- Advertisement -

રાજ્યભરમાં ચોમાસું સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 23જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં સતત ચાર દિવસથી નવસારી અને વલસાડમાં મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી છે. જયારે વલસાડ,ડાંગ, નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

હવામાન વિભાગે આગામી ૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના અપાઇ છે.

હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.  23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 24.64 ટકા વરસાદ નોંધાયો છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular