જામનગરના મહેશ મુળજીભાઇ પરમાર તથા પ્રકાશ લાલજીભાઇ પરમારને આરોપી મુકેશ વસંતરાય ગુસાણી સાથે મિત્રતાનો સંબંધ હોય, આરોપી મુકેશ વસંતરાય ગુસાણીએ ફરિયાદીને પોતાની સોનાની દુકાન હોય, તેમાં આર્થિક મદદરુપ થવા માટે હાથ ઉછીના મહેશભાઇ પરમાર પાસેથી રૂા. 1,50,000 તથા પ્રકાશભાઇ પરમાર પાસેથી રૂા. 1,50,000 લીધી હતી. આ બન્ને ફરિયાદીને હાથઉછીના રકમની પરત ચૂકવણી માટે આરોપીએ તેમના ખાતાનો ચેક આપ્યો હતો અને આ ચેક મુદ્ત તારીખે બન્ને ફરિયાદીઓએ તેમની બેંકમાં જમા કરાવતા મજકુર ચેક અપુરતા ભંડોળના કારણે પરત કર્યો હતો. બન્ને ફરિયાદીઓએ તેમના બેંકમાં જમ કરાવતા મજકુર ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. બન્ને ફરિયાદીઓને તેમની કાયદેસરની લેણી રકમ મળી ન હોય, જેથી આરોપીને લીગલ નોટીસ આપેલ. આ લીગલ નોટીસનો આરોપીએ કોઇ જ જવાબ આપેલ નહીં જેથી ફરિયાદીએ અદાલતમાં આરોપી વિરુધ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરિયાદ દાખલ કરી હતી. કેસ ચાલતા અદાલતે તમામ હકીકતો દલીલો ધ્યાને લઇ રેકર્ડ ધ્યાને લઇ અને બન્ને ફરિયાદીના કેસમાં ચેક મુજબની રકમ એટલે કે, રૂા. 3 લાખ અને બન્ને કેસોમાં 10 માસની સજા એટલે કે, કુલ 20 માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેષ મુછડીયા રોકાયેલા હતાં.