કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતી યુવતીએ ઝેરી દવાનો પાવડર પી જતાં મોત નિપજ્યું હતું.
કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયામાં રહેતી મૂળ રાજકોટની વતની ધારાબેન ચિરાગ ચાંગાણી (ઉ.વ.26) નામની યુવતી છેેલ્લાં દોઢ માસથી માનસિક બીમાર હોય અને તેની સારવાર ચાલુ હતી. યુવતી હાલ તેણીના માવતરે હતી તે દરમિયાન શનિવારે સાંજના સમયે તેના હાથે જંતુનાશક દવાનો પાવડર પી જવાથી તબિયત લથડતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વિનોદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.