ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે રહેતા મેઘાભાઈ મોમાયાભાઈ સરસિયા નામના 50 વર્ષના આધેડના બે પુત્રો નિકુંજ તથા લાલો અને તેમના ભત્રીજા રાજુભાઈ મુળુભાઈ નામના ત્રણ ભાઈઓ શનિવારે રાત્રિના સમયે દાતા ગામે આવેલી એક પાનની દુકાન પાસે બેઠા હતા, ત્યારે દાતા ગામના દીપસિંહ હેમુભા જાડેજા નામના શખ્સે આ સ્થળે ધારિયું લઈને આવી અને ઉપરોક્ત ત્રણેય યુવાનોને બિભત્સ ગાળો કાઢી અને “તારા બાપને કહી દેજે દાતા ગામમાં તમારા વાહન લઈને આવે નહીં અને અહીં દાતા ગામમાં આવવું હોય તો મારી રજા સિવાય આવવું નહીં.” જો આવશે તો જાનથી મારી નાખવાની આપી હોવા અંગે મેઘાભાઈ સરસિયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે દાતા ગામના દીપસિંહ હેમુભા જાડેજા સામે આઈ.પી.સી. કલમ 504 506 (2) તથા જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.