ગઇકાલે રાજકોટની રોટરી કલબ દ્વારા વર્ચ્યૂલ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર સાયકલિંગ કલબના 25 સભ્યોએ 100 કિ.મી. સાયકલીંગમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ 1 કિ.મી.ના રૂા. બે એટલે કે, એક સાયકલીસ્ટ દ્વારા રૂા. 200નું યોગદાન એકઠુ કરાયું હતું. જે રોટરી કલબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પુસ્તકોનું દાન કરવામાં આવશે. તેમજ દવા આપવામાં આવશે.