Friday, January 2, 2026
Homeરાજ્યજામનગરદેશી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લેતી મેઘપર પડાણા પોલીસ

દેશી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લેતી મેઘપર પડાણા પોલીસ

1,56,000ની કિંમતનો 780 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે : સપ્લાયરની શોધખોળ

મેઘપર પડાણા પોલીસે એક શખ્સને પડાણિયા નદી નજીકથી રૂા. 1.56 લાખની કિંમતના 780 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પડાણા ગામથી પશ્ચિમ સીમમાં આવેલ પડાણિયા નદી ખોડીયાર ઘૂના પાસે આવેલ પડતર જગ્યામાં એક શખ્સે દેશી દારૂ વેચાણ માટે રાખ્યો હોવાની હે.કો. જયદેવસિંહ જાડેજા તથા પો.કો. પ્રદીપસિંહ જેઠવાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને લાલપુર મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન મુજબ મેઘપર પડાણાના પીઆઇ પી. ટી. જયસ્વાલ, હે.કો. જયદેવસિંહ જાડેજા, પ્રદીપસિંહ જેઠવા, મહાવીરસિંહ વાઘેલા તથા કુલદીપસિંહ પરમાર સહિતનાઓ દ્વારા રેઇડ દરમ્યાન રામા માલજી સોરિયા નામના શખ્સને અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ કુલ રૂા. 1,56,000ની કિંમતના 780 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તેમજ દેશી દારૂ સપ્લાયર તરીકે પોલા રબારીનું નામ સામે આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular