રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ વય જૂથના કોવિડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ આવરી લેવાના ઉદ્દેશથી આજરોજ તા. 22મેના જામનગર શહેર તથા જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં વેક્સિનેશન (રસિકરણ) કામગીરી કોરોના નિયંત્રણમાં ખૂબ જ અસરકારક હથિયાર સાબિત થયેલ છે. ત્યારે જામ્યુકોના આરોગ્ય કેન્દ્ર દ્વારા જુદી-જુદી સાઇટો પર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેકસીનેશનમાં પ્રિકોશન ડોઝ આપવામાં આયોજન કરાયું હતું. જ્યારે 12 થી 17 વર્ષની વયજૂથના લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.