જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં આજે પીજીવીસીએલ દ્વારા એક દિવસની મેગા ડિસકનેકશન ડ્રાઇવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મેગા ડિસકનેકશન ડ્રાઇવ અંતર્ગત જામનગર જિલ્લામાં 267 અને દ્વારકા જિલ્લામાં 111 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
મળતી વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક દિવસીય મેગા ડિસકનેકશન ડ્રાઇવ યોજવામાં આવી છે. આ ડ્રાઇવ દરમ્યાન ગ્રાહકોના વીજ જોડાણોને ફક્ત ડિસકનેકશન કરવામાં આવશે. સ્થળ પર વીજબિલના નાણા સ્વીકારવામાં આવશે નહીં. બાકી બીલના નાણાં ડિવિઝન ઓફિસ પર 100% બિલની રકમ ભરપાઇ કરવાની રહેશે. તેમજ નિયમ અનુસાર રિ-કનેકશન ચાર્જ વસુલી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે. આ મેગા ડીસકનેકશન ડ્રાઇવ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 7419 વીજ જોડાણોમાં 596.72 લાખની રિકવરી રકમ માટે 267 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3213 વીજ જોડાણોમાં રૂા. 211.97 લાખની રિકવરી માટે 111 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ, હાલારમાં 10632 વીજ જોડાણોમાં કુલ 808.69 લાખની રિકવરી માટે 378 ટીમો દ્વારા રિકવરી કામગીરી હાથ ધરવાનો પ્રારંભ થયો છે.
View this post on Instagram


