Saturday, December 21, 2024
Homeરાજ્યભાણવડના રણજીતપરા વિસ્તારમાં મેગા ડિમોલિશન

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં મેગા ડિમોલિશન

પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારીના નેજા હેઠળ કાર્યવાહી

- Advertisement -

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રણજીતપરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારીના નેજા હેઠળ પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રણજીતપરા વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવ્યા પછી આજે સવારથી જ કલેકટર ડો. નરેન્દ્ર મીનાની સૂચનાથી પ્રાંત અધિકારી એમ.કે. જાનીના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular