Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ

કોરોના મહામારીમાં જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવા ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એંડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરની રાજપૂત બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવ્યું હતું.

- Advertisement -

જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ કોવિડ મહામારીમાં મદદરૂપ થવા બદલ તમામ રક્તદાતાઓનો આ તકે આભાર વ્યકત કર્યો હતો. રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેંડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મંત્રી મેરામણભાઈ ભાટુ, શહેર ભાજપ મહામંત્રી વી.બી.જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ શાસકપક્ષના નેતા દિવ્યેશ અકબરી, રાજુભાઇ, રાજપૂત સમાજના પ્રમુખ પી.એ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular