ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુગ રાજસ્થાન જિલ્લાના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે જયપુર શહેર વિધાનસભા તેમજ રાજસ્થાનના સાંગાનેર વિધાનસભા સહિતના વિસ્તારોમાં સભા સંબોધિત કરી હતી.
ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુગ દ્વારા રાજસ્થાનની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે રાજસ્થાનના સાંગાનેર વિધાનસભા વિસ્તારમાં સંબોધન કર્યુ હતું. તેમણે સભા દરમિયાન ગહેલોત સરકારના જંગલરાજ, ભ્રષ્ટાચાર અને કુશાસન વિરુધ્ધ આકરાં પ્રહારો કર્યા હતાં. આ ઉપરાંત તેઓ જયપુર પણ પહોંચ્યા હતાં. જયપુર એરપોર્ટ પર ભાજપાના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જયપુર દક્ષિણ, જયપુર ઉત્તર અને જયપુર શહેરમાં ભાજપા યુવા મોરચાની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજસ્થાનની તાનાશાહી સરકાર દ્વારા પ્રજા ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ પ્રજાના આ ભ્રષ્ટાચારી સરકારથી મુકત કરવા સંકલ્પ લીધા હતાં. તેમજ જયપુર શહેરના વિદ્યાનગર વિધાનસભામાં તેમણે જન આક્રોશ સભાને સંબોધન કર્યુ હતું. જેમાં 10 દિવસમાં રાજસ્થાનના ખેડૂતોના દેવા માફ કરવાથી લઇ યુવાઓને 3500 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ તથા 20 લાખ રોજગારી આપવાના ખોટા વચનો આપનાર કોંગે્રસની ગહેલોત સરકાર ઉપર પ્રહારો કર્યા હતાં.
રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની અને પરિવારવાદની અહંકારી સરકાર હોય, માફિયાઓને રોકવાના નામ ઉપર બનેલી કોંગે્રસ સરકારને માફિયાઓ ચરાવતા હોય પ્રજા હવે અશોક ગહેલોતને ટાટા બાય બાય કરવાનો મુડ બનાવી ચૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ તેમણે જયપુરમાં ભાજપા રાજસ્થાનની ડેટા પ્રબંધન તથા ઉપયોગ કાર્યશાળાની બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ તથા તમામ જિલ્લાઓના ડાટા સંયોજક તથા સહસંયોજક ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમણે રાજસ્થાન અને જયપુરના પ્રવાસ દરમિયાન જયપુર સ્થિત મોતી ડુંગરી મંદિરના ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા હતાં અને દેશની સુખ-સમૃધ્ધિ અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ તકે તેમની સાથે ભાજપા રાજસ્થાનના સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.