‘છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આગામી તા 1.3.2022ને મંગળવારના રોજ મહાશિવરાત્રીના પર્વને લઇને યોજાનારી શિવશોભાયાત્રા આયોજન કરવાના ભાગરૂપે રવિવાર તા. 6/2/2022ના સાંજે 6.30 કલાકે રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્ર્વર ટાવર પાસે આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક સરકારી પ્રતિબંધો જળવાઈ રહે, ઉપરાંત મહાશિવરાત્રીના પર્વની પણ પરંપરાગત રીતે ઉજવણી થઈ શકે, જેની સમૂહ ચર્ચા કરવા માટેની એક અગત્યની બેઠક આવતીકાલે રવિવારે યોજાવા જઇ રહી છે.જે બેઠકમાં જામનગર શહેરના તમામ ધાર્મિક સંગઠનો, સત્સંગ મંડળ, યુવક મંડળ, મિત્ર મંડળ, જ્ઞાતિ મંડળ તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનોએ ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળ- ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શિવ શોભાયાત્રાના મુખ્ય આયોજક રાજુભાઈ વ્યાસ (મહાદેવ) યાદીમાં જણાવાયું છે.