Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામા ICDS શાખાની મોનિટરિંગ એન્ડ રીવ્યુ કમિટીની મીટીંગ યોજાઇ

જામનગર મહાનગરપાલિકામા ICDS શાખાની મોનિટરિંગ એન્ડ રીવ્યુ કમિટીની મીટીંગ યોજાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ના કોન્ફરન્સ હોલ ખાતે ICDS શાખા ની મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટી ની મીટીંગ કમિશ્નર વિજય કુમાર ખરાડી ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. જેમાં ૩ થી ૬ વર્ષના બાળકો ને સવારે અને બપોરે અપાતો ગરમ પોષણયુક્ત નાસ્તો, પુરક પોષણ આપેલ લાભાર્થીઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપેલ લાભાર્થીઓ – જેમાં ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, સેટ કોમ કાર્યક્રમ, પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા બહેનોને તથા ૦ થી ૨ વર્ષની બાળકોની માતાઓને તેમજ પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ ને મળવાપાત્ર લાભ તેમજ તેમના સ્વાસ્થ્ય અને પોષણ સુધારણા અંગે સમીક્ષા, THR (ટેક હોમ રાશન) વિતરણ અંગેની સમીક્ષા, પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ ને BMI, હિમોગ્લોબીન તપાસ જેવી બાબતો અંગે સમીક્ષા, વજન અને ઊંચાઈ પ્રમાણે ૦ થી ૫ વર્ષના બાળકોનું પોષણ સ્તર, આઈ.સી.ડી.એસ. શાખા ના મહેકમ ની તેમજ નાણાકીય ખર્ચ પત્રક ની સમીક્ષા, આંગણવાડી કેન્દ્રોની બેઠક વ્યવસ્થા, આંગણવાડી કેન્દ્રો પર વિજકનેક્શનની, પીવાના પાણીની અને શૌચાલયની સુવિધા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. કોર્પોરેશન લેવલ મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટી” ICDS શાખાની મીટીંગ માં કોમલબેન પટેલ – ડેપ્યુટી ચીફ ઓડીટર અને ઈ.ચા. આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ એકાઉન્ટન્ટ જે. જે. નિર્મળ, ડો. એચ. કે. ગોરી – ઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર અને ડેપ્યુટી મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, એ. એમ. ઠાકર – એમ.એસ.બી. ટુ કેળવણી નિરીક્ષક, વી. બી. ચૌહાણ – સિવિલ શાખા : નોર્થ ઝોન, એમ. પી. અગ્રાવત – વોટર વર્કસ શાખા, આર. એચ. મહેતા – ડેપ્યુટી એન્જીનીયર : લાઈટ શાખા, આઈ. સી. ડી. એસ. શાખા માંથી નિયતીબેન પટેલ – ઈ.ચા. સી.ડી.પી.ઓ (ઘટક – ૧) અને મુખ્ય સેવિકા, રોશનીબેન ભંડેરી – મુખ્ય સેવિકા, જ્યોતિબેન ભટ્ટ – ઓ. એસ. રિષિકેશ ઠાકર – ડી. સી. બંસીબેન ખોડીયાર – ઉપસ્થિત ઉપસ્થિત  રહ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular