Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે કૃષિમંત્રીની બેઠક

જામનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે કૃષિમંત્રીની બેઠક

વિકાસ કામોની ગુણવતા તથા ખેડૂતોના નામે ગેરરીતિ આચરવામાં આવશે તો સખત કાયદાકીય પગલાં લેવાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

- Advertisement -

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી.

- Advertisement -

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ કામોની રજૂઆતો જેમ જેમ સરકારને મળે છે તેમ સરકાર સત્વરે વિકાસ કામોને મંજુરી આપી રહી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો અધિકારીઓ તથા પદાધિકારીઓ યોગ્ય સંકલન કરી ઉપયોગ કરશે તો ઝડપથી જિલ્લાના પ્રશ્ર્નોનું નિવારણ લાવી શકાશે. નમુનારૂપ કામગીરી કરી જિલ્લાના વિકાસને નવી ઉંચાઈ પર લઈ જવા અને છેવાડાના માનવીને પણ સરકારની યોજનાઓના મીઠા ફળ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત સૌ કોઈને મંત્રીએ આહવાન કર્યું હતું.વિકાસકામોની ગુણવતા તથા ખેડૂતોના નામે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવશે તો તે અંગે કાયદાકીય પગલા લેવામાં આવશે તેમપણ મંત્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પંચાયતના વિવિધ સમિતીઓના અધ્યક્ષઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular