જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની તાજેતરમાં મિટિંગ યોજાઇ હતી. જેમાં જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર ભીમશીભાઇ શીર અને જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય હેમત ખવા દ્વારા વિવિધ સૂચનો રજૂ કર્યા હતાં. હાલમાં થયેલ ગોડાઉન રિપેર કરવાની જરુરીયાત હોય. સરકારી સહાય મેળવી કે, સંઘના સ્વભંડોળમાંથી રિપેર કરવું, હાલનું ગોડાઉન શહેરની મધ્યમાં આવેલું હોય, નવી જગ્યા નજીકમાં મળે તેમ ન હોય. ગોડાઉન શહેરની વચ્ચે હોવું જરુરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને સગવડતા માટે ગોડાઉન બહાર ફેરવવામાં આવે તો ખેડૂતોને અગવડતા પડે કેમ કે, આથી ગોડાઉન વહેચવાની વાત પડતી મૂકી રીનોવેશન કરાવવું જરુરી છે. સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરાઇ હતી. જો આમ નહીં કરવામાં આવે તો સભાસદ મંડળીને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.