મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલાં ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં ગઇકાલે મેદાન પર મેકસવેલ નામનું વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં ઉત્સાહથી ભરપૂર અફઘાનિસ્તાનની ટીમ ધરાશાયી થઇ ગઇ હતી. એક સમયે 91 રનમાં 7 વિકેટ ગુમાવનાર ઓસ્ટ્રેલિયાનો પરાજય નિશ્ચિત જણાતો હતો. પરંતુ મેકસવેલે એકલા હાથે બાજી પલ્ટી નાખી. ઓસ્ટ્રેલિયાને ક્રિકેટ ઇતિહાસનો સૌથી ચમત્કારી વિજય અપાવ્યો હતો. ગરમીને કારણે સ્નાયુ ખેંચાઇ જવા છતાં તેમજ રન દોડવા માટે અશકત હોવા છતાં મેકસવેલે મેદાનની ચારે તરફ અફઘાનિસ્તાનના બોલરોને ઝુડી નાખ્યા હતા. અફઘાનિસ્તાનની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું. તેણે માત્ર 125 બોલમાં 201 રનની યાદગાર ઈનિંગ રમી હતી. આ સાથે તેમણે 1983માં કપિલદેવે ઝિમ્બાબ્વે સામે ફટકારેલા 175 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ મેકસેવેલના ઝંઝાવાતથી અફઘાનિસ્તાનના ર91 રનના ટાર્ગેટને ચેઝ કરીને પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી હતી.
મેકસવેલનો ‘વન મેન શો’
વાનખેડેમાં ફૂંકાયેલા મેકસવેલ નામના વાવાઝોડામાં અફઘાનિસ્તાનની ટીમ ધરાશાયી : બેવડી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને ક્રિકેટ ઇતિહાસની સૌથી ચમત્કારિક જીત અપાવી : 1983ના વિશ્વકપમાં કપિલદેવના 175 રનના રેકોર્ડને પણ તોડયો