Saturday, April 26, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મહતમ તાપમાન 34.8 ડિગ્રી, ગરમીમાં થોડી રાહત

જામનગરમાં મહતમ તાપમાન 34.8 ડિગ્રી, ગરમીમાં થોડી રાહત

જામનગર શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાથી શહેરીજનોને થોડી રાહત મળી છે. જામનગરમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે. લો પ્રેશર સીસ્ટમ અને તીવ્ર પવનના કારણે તાપમાનમાં ઘટાડાથી લોકોને થોડી રાહત મળી છે.

- Advertisement -

જામનગરમાં સપ્તાહ પૂર્વે તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયા બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં 24 કલાક દરમ્યાન જામનગરમાં મહતમ તાપમાન 34.8 ડિગ્રી, લઘુતમ તાપમાન રપ.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા પવનની ગતિ 12.7 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઇ છે. સાંજના સમયે પવનની ગતિ વધવાથી લોકો ઠંડકનો અનુભવ કરે છે. જો કે, દિવસભર ગરમીનો લોકોને સામનો કરવો પડે છે. અગાઉ લોકોએ ધોમધખતા તાપનો સામનો કર્યો હતો. ત્યારે હવે તાપમાનમાં ઘટાડાથી લોકોને થોડા ઘણા અંશે રાહત મળી રહી છે. રાત્રિના સમયે લોકો બહાર હરવા ફરવાના સ્થળોએ જવાની સાથે વિવિધ ઠંડી ચીજવસ્તુઓ અને ઠંડા પીણાનો આનંદ ઉઠાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular