વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. જામજોધપુર વિધાનસભા બેઠકમાં ભાજપાના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક અને પ્રચાર દરમિયાન અનેક સમાજના આગેવાનો ભાજપામાં જોડાયા હતાં અને ચિમનભાઈ સાપરિયાને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
જામજોધપુર વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયા દ્વારા ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે પ્રચાર-પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રચાર અંતર્ગત લાલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક દરમિયાન આહિર સમાજ, સગર સમાજ, દલિત સમાજ, લઘુમતિ સમાજ સહિતના અનેક સમાજના 700 થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. લોકોએ ઉત્સાહમાં ભાજપામાં જોડાતા રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાએ આગેવાનો અને કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. જોડાયેલા લોકોએ ચિમનભાઈ સાપરિયાને વિજય બનાવવા હાંકલ કરી હતી.