Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયક્રૂડ ઉત્પાદનમાં જંગી કાપ, ભાવમાં જબ્બર ઉછાળો

ક્રૂડ ઉત્પાદનમાં જંગી કાપ, ભાવમાં જબ્બર ઉછાળો

- Advertisement -

સાઉદી અરેબિયાએ ક્રુડ ઉત્પાદનમાં દૈનિક પાંચ લાખ બેરલનો જંગી કાપ મૂકવાની જાહેરાત કરતાં ક્રુડના ભાવમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. ક્રુડના ભાવમાં રાતોરાત 7 થી 8 ટકાનો ઉછાળો નોંધાયો છે. જેની વિપરીત અસર ભારત સહિતના દેશો પર પડી શકે છે.મેના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કરવામાં આવશે તેમ સઉદી અરેબિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. સઉદી અરેબિયાના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જેના કારણે અમેરિકા અને સઉદી અરેબિયાના વચ્ચેના સંબધોમાં વધુ તિરાડ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે સમગ્ર વિશ્ર્વમાં ફુગાવો વધી રહ્યો છે. સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે ઉત્પાદનમાં આ ઘટાડાનો નિર્ણય કેટલાક ઓપેક અને નોન ઓપેક સભ્યો સાથે સમન્વય સાધી અમલમાં મૂકવામાં આવશે.

- Advertisement -

જો કે તેમણે કોઇ પણ દેશનું નામ લીધું ન હતું. ઉત્પાદનમાં આ ઘટાડો ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરાયેલા ઘટાડાથી વધારાનો રહેશે. સઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર આ નિર્ણય ઓઇલ બજારમાં સ્થિરતા લાવવાના ઉદેશથી સાવચેતીના રૂપે લેવામાં આવ્યો છે. સઉદી અરેબિયા અને અન્ય ઓપેક સભ્યોએ ગયા વર્ષે ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરી અમેરિકાને નારાજ કર્યુ હતું. ઉલ્લેખનિય છે કે 2022માં સાઉદી અરેબિયાનું સરેરાશ ઉત્પાદન પ્રતિ દિવસ 1.15 કરોડબેરલ હતું. પ્રતિ દિવસ પાંચ લાખ બેરલનો ઘટાડો કુલ ઉત્પાદનના પાંચ ટકાથી ઓછો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. જે ઓક્ટોબરમાં 95 ડોલર હતો. સઉદી અરેબિયાની સ2કારી જાયન્ટ ઓઇલ કંપની અરામકોએ ગયા વર્ષે 161 અબજ ડોલરનો નફો કમાવ્યો હતો. 2021ની સરખામણીમાં નફામાં 46.5 ટકાનો વધારો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular