- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા સામુહિક બદલીઓના સામુહિક બદલીના ઓર્ડરોમાં કુલ 34 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, એલ.આર., સહિતના પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓનાં કરવામાં આવેલા સામુહિક ઓર્ડરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કુલ 34 પોલીસ કર્મચારીઓને જુદા જુદા સ્થળ પર ફરજ સોંપવામાં આવી છે. જેમાં ખંભાળિયાના નરેશભાઈ કણેત અને મયુરસિંહ ઝાલાને મુખ્ય મથકમાં, મનીષભાઈ દેવમુરારીને ટ્રાફિક વિભાગમાં, વિજયભાઈ કાકડિયાને એમ.ટી. વિભાગમાં, મહિલા પોલીસ મથકના શક્તિસિંહ જાડેજાને ખંભાળીયા પોલીસ મથકમાં, લખમણભાઇ કરસનભાઈને એસ.ઓ.જી. વિભાગમાં, કિશોરકુમાર વરૂને સી.પી.આઈ. વિભાગમાં, કાનાભાઈ ભારવાડિયાને ખંભાળિયા પોલીસ મથકમાં, વિગેરે આંતરિક બદલીના ઓર્ડરો થયા છે.
- Advertisement -