Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી અંતર્ગત સામુહિક ગાન અને સ્વદેશીના શપથ લેવાયા...

જામનગરમાં વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી અંતર્ગત સામુહિક ગાન અને સ્વદેશીના શપથ લેવાયા – VIDEO

કલેકટર કચેરી, જિલ્લા હોમગાર્ડ અને શહેર ભાજપ ખાતે ઉજવણી

7 નવેમ્બર 2025ના આજે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમને ગૌરવવંતા 150 વર્ષ પુર્ણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના આહવાનથી જામનગર જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા હોમગાર્ડના જવાનો અને શહેર ભાજપ દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમએ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભુમિના ગૌરવની એક સુત્રતામાં બાંઘ્યા હતાં. આજે તેને 150 વર્ષ પુર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે કલેકટર કચેરી જામનગર જિલ્લા હોમગાર્ડના જવાનો દ્વારા તેમજ ભાજપ પરીવાર દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિના ગૌરવના પ્રતિક એવા વંદે માતરમનું સમુહગાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને વધુ મજબુત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતાં.

- Advertisement -

આ તકે જિલ્લા વિકાસ અધિકારી, અંકિતપન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, શહેર પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીયા સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતાં.

આ ઉપરાંત જિલ્લા હોમગાર્ડના જવાનો દ્વારા પણ સમુહગાન અને શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં જેમાં હોમગાર્ડ કમાન્ડર ગીરીશભાઇ સરવૈયા તેમજ પુરી ટીમ ઉપસ્થિત રહ્યા હતાં.

જ્યારે જામનગર ભાજપ પરીવાર દ્વારા પર સમુહ ગાન અને શપથ લેવામાં આવ્યા હતાં આ તકે શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પુર્વ શહેર ભાજપ અઘ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા સહિત સંગઠનની ટીમ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular