Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરતપોવન ફાઉન્ડેશન દ્વારા મા-બાપ વિહોણી 16 દિકરીઓના સમુહલગ્ન

તપોવન ફાઉન્ડેશન દ્વારા મા-બાપ વિહોણી 16 દિકરીઓના સમુહલગ્ન

તા. 17 એપ્રિલે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે લગ્ન : દિકરી ન હોય તેવા માતા-પિતા ક્ધયાદાન કરશે

- Advertisement -

તપોવન ફાઉન્ડેશન-જામનગર દ્વારા આગામી તા. 17 એપ્રિલના રોજ પ્રણામી સંસ્થાના મેદાન ખાતે મા-બાપ વિહોણી 16 દિકરીઓના સમુહલગ્ન યોજાનાર છે. આ અંગે ગઇકાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઇ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી પરેશભાઇ જાની, નરેન્દ્રભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમની માહિતી આપી હતી.

- Advertisement -

તપોવન ફાઉન્ડેશન-જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. પોતાની આ પ્રવૃત્તિઓમાં એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું આયોજન આગામી તા. 17ના રોજ સાંજે 5 થી 10 દરમિયાન પ્રણામી સંસ્થાનું મેદાન, હિરજી મિસ્ત્રી રોડ ખાતે સંતો-મહંતોની ઉપસ્થિતિાં તેમના આશિર્વાદ સાથે તેમજ સામાજિક, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં થવા જઇ રહ્યું છે.

- Advertisement -

સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ પોતપોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે. ક્યારેક અમુક સંસ્થાઓ દ્વારા સર્વજ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન પણ થતું હોય છે. પરંતુ મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહલગ્નનું આયોજન જામનગરમાં સૌપ્રથમવાર તપોવન ફાઉન્ડેશન દ્વારા ક્ધયાદાન લગ્નોત્સવ તરીકે થઇ રહ્યું છે. આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિઓની 16 દિકરીઓ સમુહલગ્ન દ્વારા પ્રભુતામાં પગલા માંડશે.
આ ક્ધયાદાન લગ્નોત્સવમાં તપોવન ફાઉન્ડેશન આવી દિકરીઓના માતા-પિતાના કર્તવ્યભાવે સમૃધ્ધ કરિયાવર દરેક દિકરીઓને આપવામાં આવશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે, દિકરી ન હોય તેવા માતા-પિતા 16 દિકરીઓનું ક્ધયાદાન કરવાના છે અને ક્ધયાદાન આ પૂણ્યનો લાભ લેવા માટે સમાજમાંથી જેને દિકરીઓ ના હોય તેવા અનેક મા-બાપોએ તત્પરતા દાખવેલ છે અને આ કારણે ક્ધયાદાન મહોત્સવનો જે ભાવ હતો તે પૂર્ણ થયો છે. ક્ધયાદાનની આ વિધિ અગાઉ લગ્નોત્સવની વિધિની શરુઆતમાં દરેક ક્ધયાનું પૂજન સમાજની અલગ અલગ વ્યક્તિઓ કે દંપતિઓ દ્વારા કરવામાં આવશે. આ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ છે કે, હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ જેવી કે, લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, હસ્ત મેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડીતો દ્વારા કરાવવામાં આવશે તદ્ઉપરાંત દિકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. તદ્ઉપરાંત સમુહલગ્નમાં 16 વરરાજાઓનો વરઘોડો એક સાથે નિકળશે અને લગ્નમંડપે પહોંચશે ઉપરાંત બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.

આ લગ્નોત્સવની શરુઆત રંગેચંગે થઇ ચૂકી છે. તા. 10 એપ્રિલ રામનવમીના રોજ તમામ ક્ધયાઓ, વરરાજાઓ, તેમના કુટુંબીજનો તેમજ તપોવન ફાઉન્ડેશન પરિવારના સદસ્યોની હાજરીમાં વિજરખી ખાતેના માતુશ્રી ઇચ્છાગોરી છોટાલાલ જાની, વડીલ વાત્સલ્યધામમાં પવિત્ર વાતાવરણમાં આનંદ ઉત્સાહમાં લગ્ન લખવાની વિધિ પૂર્ણ કરેલ છે.
તા. 17ના રોજ થનાર લગ્નોત્સવ ખૂબ જ સારી રીતે અને ભવ્ય થાય તે માટે લગભગ 180 કાર્યકર્તાની ટીમને કામે લગાડવામાં આવી છે અને કાર્ય વહેંચણી કરી કુલ 24 ટીમ બનાવવામાં આવી છે. આ તમામ ટીમના સભ્ય કાર્યકર્તાઓ નિયમિત સંકલન કરી પોતાની ટીમનું કામ સારામાં સારી રીતે થાય તે માટે કાર્યરત છે. તમામ કાર્યનું સંકલન યોગ્ય રીતે કરવા માટે જામનગરમાં ઓશવાળ હોસ્પિટલ પાસે છેલ્લા લગભગ 21 દિવસથી કાર્યાલય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જ્યાંથી જામનગરની તમામ જ્ઞાતિઓ, સામાજિક સંગઠનો, સામાજિક-રાજકીય આગેવાનો વગેરેને પણ આ લગ્નોત્સવમાં પૂણ્યકાર્યમાં સાક્ષી થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ મૂલ્યવાન મહોત્સવના સદ્ભાગ્ય એ છે કે, જુનાગઢના ભવનાથ ખાતે આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમના પ.પૂ. સદ્ગુરુ શેરનાથજીબાપુ નવદંપતિઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેવાના છે તેમજ જામનગરને હર હંમેશ જેઓના આશિર્વાદ મળતા રહે છે. તેવા પ.પૂ. મહંત દેવીપ્રસાદ મહારાજ તથા આચાર્ય કૃષ્ણમણિ મહારાજ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વાદ આપશે તદ્ઉપરાંત રાજકીય મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર નિમાબેન આચાર્ય, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા જામનગરના શહેના મેયર બીનાબેન કોઠારી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તમામના આશિર્વાદ આ નવદંપતિઓને મળવાના છે. આ સમુહલગ્ન ગૌરવશાળી રીતે પૂર્ણ થાય તે માટે ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઇ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી પરેશભાઇ જાની સતતપણે કાર્યકર્તાઓની ટીમ સાથે કાર્યરત છે. આ કાર્ય સાથે સેવાકિય ભાવથી જોડાયેલ કાર્યકર્તાઓ પણ આ પૂણ્યકાર્યમાં સહભાગી થવા હૃદયથી કાર્યરત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular