રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરે છે. સમુહ યજ્ઞોપવિત તથા સમુહલગ્નનું આયોજન તારીખ 21ના ઉગતા સુર્યની સાક્ષીએ કૈ વિશ્ર્વકર્મા બાગ, ગાંધીનગર, મેઇન રોડ, જામનગર ખાતે સમાજનાં તથા રાજસ્વી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 12 બટુકો સમુહમાં યજ્ઞોપવિત ધારણ કરશે તેમજ 12 દિકરીઓનાં સમુહમાં લગ્નોત્સવ યોજાશે. રણજીતનગર બ્રહ્મસમાજ કર્તવ્ય ભાવે દાતાઓનાં સહયોગથી ક્ધયાદાન સ્વરૂપે સમૃઘ્ધ કરીયાવર દરેક દીકરીઓને સામાજીક રિવાજો મુજબ તમામ માંગલિક પ્રસંગો આચાર્ય દ્વારા વિધિવત રીતે કરાવવામાં આવશે. તેમજ બહારગામથી આવનાર જાનને તથા બટુકોના સ્નેહીઓને ઉતારા, નાસ્તા, ભોજન વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા 121 કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તમામ કાર્યક્રમનું સંકલન યોગ્ય રીતે થઇ શકે તે માટે છેલલા 21 દિવસથી ચિરાગ ઇન્વેસ્ટમેન્ટ, સીટી આર્કેટ ખાતે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. સમાજની તમામ જ્ઞાતિઓ, સંસ્થાઓ, સામાજીક અને રાજકીય શ્રેષ્ઠીઓ વગેરેને આ કાર્યક્રમનાં સાક્ષી રૂપે સહભાગી થવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
જેમાં તા.20ના રોજ સાંજે 3:40 વાગ્યે ગણેશ સ્થાપના, સાંજે 4 વાગ્યે મંડપ મુહૂર્ત, સાંજે 5 વાગ્યે ગૃહશાંતિ, સાંજે 7:30 વાગ્યે દાંડિયારાસ તથા સાંજે 8:30 વાગ્યે ભોજન સમારોહ યોજાશે તેમજ તા.21 ના રોજ સવારે 7:30 વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર, સવારે 8 વાગ્યે જાન આગમન, 8:30 વાગ્યે કાશી યાત્રા, 11:30 વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે 12 વાગ્યે ભોજન સમારોહ યોજાશે.
આ કાર્યક્રમનાં મુખ્ય દાતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), આર. સી. ફળદુ, સુભાષભાઇ જોષી, યોગેશભાઇ જોષી, શીવસાગર શર્મા તથા ગુર્જર સુથાર જ્ઞાતિના ભાસાસાકી અમુભાઇ ક ભારદીયા (વિશ્ર્વકર્મા બાગ), કરી રમણીકભાઇ ગોરેચા, કરી દિલીપભાઇ ભારદીયા (મામા) તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, મહિલા પ્રમુખ પ્રિતીબેન શુકલ, ક્રી એન. ડી. ત્રિવેદી તથા જામનગર શહેર પ્રમુખ આશીષભાઇ જોષી વગેરેનો સહયોગ મળેલ છે. તેમજ આ કાર્ય ગૌરવશાળી રીતે પુર્ણ થાય તે માટે પ્રમુ સુનીલભાઇ ખેતીયા, મહામંત્રી ચિરાગભાઇ પંડયા, આર. ડી. ત્રિવેદી, હરીશભાઇ મહેતા, હરીશભાઇ પંડયા, વિપુલભાઇ સુંબડ, સુરેશભાઇ ત્રિવેદી, મનોજ જોષી, વિજયભાઇ વ્યાસ, ભુપેશ ઉપાધ્યાય, લલીતભાઇ જોષી, પંકજભાઇ ઠાકર, પ્રવિણભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ પંડયા, કલ્પેશભાઇ જોષી, કેયુરભાઇ જોષી, પરેશભાઇ ભટ્ઠ; વિમલભાઇ જોષી, હવી ચેતનભાઇ વ્યાસ તથા યુવા પાંખનાં પ્રમુખ કીરીટભાઇ જોષી, અંશ જોષી, ઓમ જોષી, સંજય સુંબડ, સિધ્ધાંત ત્રિવેદી, શિવાંગ પંડયા, હિરેન ત્રિવેદી, જયદેવ ભટ્ટ (શાસ્ત્રી), મૌલિક પંડયા (પ્રેસ), પ્રિન્સ ઉપાધ્યાય, સાગર ભટ્ટ વગેરે કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમના આચાર્યપદે યુવા શાસ્ત્રી મનિષભાઇ ભટ્ટ તથા હાર્દિકભાઇ બુજડ રહેશે તેમ સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ ખેતિયા તથા મહામંત્રી ચિરાગભાઈ પંડયાની યાદીમાં જણાવાયું છે.


