Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતશાળાઓમાં માસ્ક ફરજિયાત

શાળાઓમાં માસ્ક ફરજિયાત

- Advertisement -

ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએથી સૌથી વધુ કેસ પકડાઈ રહ્યાં છે તેથી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક અવશ્ય પહેરવાનું સૂચન કરાયું છે પરંતુ હવે ગુજરાતના રાજકોટ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે. આદેશ અનુસાર વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ફરી કોરોનાની આશંકિત નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.

- Advertisement -

રાજકોટ જિલ્લા અને શહેરમાં કોરોનાના ધીમે-ધીમે વધતા કેસોને ધ્યાને લઇ જિલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે. આ સિવાય અધિકારીએ તમામ સ્કૂલોને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કોવિડ19 માટે જાહેર કરવામાં આવેલ જઘઙ એટલે કે માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે જ રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો. માસ્ક અંગે જામનગર ડીઇઓ કચેરીનો સંપર્ક કરતાં ઉપસ્થિત અધિકારીએ જામનગર જિલ્લા માટે આવો કોઇ પરિપત્ર કે આદેશ મળ્યો ન હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular