જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઇકાલે રાત્રિના સમયે મારૂતિ વેનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.