Friday, January 16, 2026
Homeરાજ્યજામનગર‘છોટી કાશી’ની અખંડ રામધુનનો સોમવારે 59માં વર્ષમાં મંગલ પ્રવેશ

‘છોટી કાશી’ની અખંડ રામધુનનો સોમવારે 59માં વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગરના આંગણે પ.પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે તા. 1/8/1964 ના શુભ દિને શ્રી રામ જય રામ જય જય રામ મંત્રો ઉચ્ચાર સાથે તળાવની પાળે બાલા હનુમાન મંદિરની શુભ શરૂઆત કરાવી હતી. જામનગરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તા. 1/8/1964 લખાયેલી છે. જામનગરના ધર્મપ્રેમી ભકતો, શ્રધ્ધાળુઓ અને પ.પુ. પ્રેમભિક્ષુજી મહારાજના આર્શીવાદથી આ અખંડ રામધુન આગામી તા. 1 ઓગષ્ટ- સોમવારે 59 માં વર્ષમાં મગલ પ્રવેશ કરશે.

- Advertisement -

જામનગરમાં વાવાઝોડુ, અતિવૃષ્ટિ અને છેવટે કોવિડ જેવી મહામારી આવી પરંતુ આ અખંડ રામધુન અવિરત ચાલુ રહી છે. જે હનુમાનજી મહારાજની કૃપા છે અને જામનગરની પ્રજાનો પણ સાથ સહકાર ભૂલી શકાય તેમ નથી. શહેરના બાલા હનુમાન મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આવી ચૂક્યું છે. વિશ્ર્વ વિક્રમ સાથે રામધુનનું મંદિર ગુજરાતમાં માત્ર આ એક જ છે જે ગુજરાતનું ગૌરવ છે. આ અખંડ રામનામના મંત્રના નાદ ઘોષથી આ જ દિવસ સુધી કોઈને આંચ આવી નથી કારણ કે, આપણા ઉપર રામ નામનો વરસાદ અવિરત ચાલુ છે. બાલા હનુમાન મંદિરના પાટોત્સવ પ્રસંગે તા. 1/8/22 ને સોમવારના રોજ સાંજે 7-30 વાગ્યે મહાઆરતી થશે. આ દિવ્ય દર્શનનો લાભ લેવા દરેક ભકતોને પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી વિનુભાઈ તન્ના તેમજ ટ્રસ્ટીગણે અનુરોધ કર્યો છે. પ્રભુ રાજા રામ પાસે પ્રાર્થના કરીએ કે કોરોનામાંથી સમગ્ર વિશ્ર્વ અને ભારત મુકત થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular