જામનગર શહેરના ખેતીવાડી ઈન્દિરા કોલોનીમાં રહેતી પરિણીતા તેણીના ચાર વર્ષના પુત્ર સાથે ઘરેથી ચાલી જતા પોલીસે મહિલા અને તેના પુત્રની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં ઈન્દિરા કોલોની શેરી નં.5 માં રહેતાં સુરેશભાઈ ખીમસુરીયા નામના યુવાનની પત્ની મનિષાબેન સુરેશભાઈ ખીમસુરીયા (ઉ.વ.30) નામની પરિણીતા ગત તા.3 ના રોજ સાંજના સમયે ઘરમાં કોઇને જાણ કર્યા વગર તેના પુત્ર ધાર્મિક (ઉ.વ.4) ને લઇને જતી રહી હતી. ત્યારબાદ પત્ની અને પુત્ર લાપતા થવાથી પતિ સહિતના પરિવારજનોએ માતા અને પુત્રની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ પતો ન મળતા આખરે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ એ.જે. સિંહલા તથા સ્ટાફે માતા અને પુત્રની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


