Thursday, December 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન-સાયકલોથોન ઇવેન્ટ - VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન-સાયકલોથોન ઇવેન્ટ – VIDEO

તા.13 અને 14ના આયોજન : મેરેથોન 6 કિલોમીટરની તથા સાયકલોથોન 10 અને 25 કિલોમીટરની

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન ઇવેન્ટ અને સાયકલોથોન ઇવેન્ટનું તા.13 અને 14ના આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં સમગ્ર ઇવેન્ટની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 6 કિલોમીટરની મેરેથોનનું તા.13 ડિસેમ્બરના આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન સવારે 6-30 વાગ્યે ઓશવાળ ઇંગ્લીશ એકેડેમી ખાતેના ગ્રાઉન્ડથી શરૂ થશે. જે નવો એલીવેટેડ ફલાય ઓવર બ્રિજ, ગુરૂદ્વારા જંકશન, નાગનાથ જંકશન, યુ ટર્ન લઇ પરત ઓશવાળ ઇંગ્લીશ કેટેડેમી ઇન્દીરા માર્ગ, ફાયર સ્ટેશન, સાત રસ્તા નજીક જામનગર ખાતે પુર્ણ થશે. જેમાં 15 વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેમાં પ્રથમ ઓનલાઇન નોંધણી કરનાર 700 સ્પર્ધકોને ટી-શર્ટ વિતરણ કરવામાં આવશે. આ સ્પર્ધકોને એસએમએસ મારફત ટી-શર્ટ લેવા માટે જાણ કરવામાં આવશે. અને તા.12 થી લાખોટા તળાવ ગેઇટ નં.1 ખાતેથી આ વિતરણ શરૂ થઇ જશે.

આ ઉપરાંત આ ઇવેન્ટમાં નિયત સમય મર્યાદામાં પુર્ણ કરનાર તમામ સ્પર્ધકોમાંથી લકકી ડ્રો કરીને પ્રથમ 10 સ્પર્ધકોના નામ જાહેર થશે તે તમામને જામનગર મહાનગરપાલિકા તરફથી સ્થળ ઉપર જ ઇનામ સ્વરૂપે બ્રાન્ડ ન્યુ સાયકલ આપવામાં આવશે. આ ઉપરાંત મેરેથોન રૂટમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટેની પુરતી વ્યવસ્થા પણ રાખવામાં આવશે. આ મેરેથોન ઇવેન્ટમાં અત્યાર સુધીમાં 1700 જેટલા રજીસ્ટ્રેશન થઇ ગયા હોવાનું પણ તંત્રએ જણાવ્યું હતું. જે માટે ભાગ લેનારે સવારે 5-30 વાગ્યે રીપોર્ટીગ કરવાનું રહેશે.

- Advertisement -

તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 10 કિલોમીટર અને 25 કિલોમીટરની સાયકલોથોનનું પણ તા.14 ડિસેમ્બરના સવારે 6-30 વાગ્યે જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતેથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષથી વધુ ઉમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ સાયકલોથોનમાં કેટેગરી-એ 10 કિ.મી. જિલ્લા પોલીસ હેડ કવાર્ટર શરૂ સેકશન રોડ, જામનગર ખાતેથી પ્રારંભ થશે અને ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજથી હાલાર સોલ્ટવર્ક પાસેથી યુ ટર્ન લઇ જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે પુર્ણ થશે. તેમજ કેટેગરી-બી 25 કિ.મી. જિલ્લા પોલીસ હેડ કવાર્ટર શરૂ સેકશન રોડ, જામનગર ખાતેથી પ્રારંભ થશે અને ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજથી રોજી પોર્ટ ગેઇટ પાસેથી યુ ટર્ન લઇ જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે પુર્ણ થશે. આ સાયકલોથો ઇવેન્ટમાં બંને કેટેગરી એટલે કે 10 કિ.મી. અને 25 કિ.મી. સાયકલોથોન નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકોમાંથી લકી ડ્રો કરીને બંને કેટેગરીમાં પ્રથમ દસ સ્પર્ધકોના નામ જાહેર થશે એટલે કે, કુલ-20 સ્પર્ધકોને જામનગર મહાનગરપાલિકા તરફથી સ્થળ ઉપર જ બ્રાન્ડ ન્યુ સાયકલ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. આ સાથે ઇવેન્ટ દરમિયાન રૂટ ઉપર મેડીકલ ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા, મોબાઇલ ટોઇલેટ સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવશે.

- Advertisement -

આ બન્ને ઇવેન્ટમાં ભાગ લેવા માટે કયુ-આર કોડ સાથેના બેનર્સ જામનગર શહેરમાં રણમલ તળાવ, સ્પોર્ટસ કોમ્પ્લેકસ, એમ્યુઝમેન્ટ પાર્ક, ક્રિકેટ બંગલા કેમ્પસ, સુમેર કલબ જેવા જાહેર સ્થળો કે જ્યાં લોકોની વધુ અવર-જવર છે. તેવા સ્થળોએ અને જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ અલગ વિસ્તારમાં આવેલ હોર્ડિગ્સ ઉપર બેનર્સ લગાવવામાં આવેલ છે. તેમજ આ બન્ને ઇવેન્ટનું સારી રીતે આયોજન થઇ શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા રમત-ગમત વિભાગ, જિલ્લા યુવા વિકાસ વિભાગ, શાસનાધિકારી ન.પ્રા.શિ.સ., રોટરી ક,લબ, જામનગર સાયકલીંગ કલબ, નવાનગર નેચર કલબ, લાખોટા નેચર કલબ અને જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર, એનસીસી વિભાગ, પોલીસ વિભાગ, હોમગાર્ડઝ વિભાગ, યોગ કો-ઓર્ડિનેટર અને ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular