Tuesday, December 24, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૬૯.૭૭ સામે ૫૪૫૭૬.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૨૩૦.૮૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૪૯૨.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૬૦.૮૦ સામે ૧૬૨૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૨૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૯૦.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગત સત્રમાં રેકોર્ડ સ્તરે બંધ થયા બાદ આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ટ્રેડિંગની શરૂઆત વિક્રમી સ્તરે થઈ છે. કોરોના સંક્રમણમાં સ્થાનિક સ્તરે હાલ સ્થિતિ અંકુશમાં આવી જતાં અને ત્રીજી લહેર બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોવાથી અને કોર્પોરેટ પરિણામોની જૂનની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફોરન થતાં સ્થાનિક ફંડોએ આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી કરી હતી. ભારતીય અર્થતંત્રમાં સુધારાની આશા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી શેરબજારને સમર્થન મળ્યું છે. કોર સેક્ટરનું આઉટપુટ જૂનમાં વાર્ષિક આધાર પર ૮.૯% વધી ગયું છે. ભારતનો નિકાસ આંકડો પણ વાર્ષિક આધાર પર સુધર્યો છે. ઉપરાંત જુલાઈ ૨૦૨૧માં જીએસટી સંગ્રહ વધીને ૧.૧૬ લાખ કરોડ રૂપિયા પહોચતા તેની સકારાત્મક અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી છે.

- Advertisement -

વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી ચાલુ રહી હતી. આજે ટેલિકોમ અને મેટલ શેરોની આગેવાનીમાં બીએસઇ સેન્સેક્સે ૫૪૭૧૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૩૫૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. સ્ટેટ બેન્કે ત્રિમાસિક નફામાં નવો વિક્રમ રચ્યાના અહેવાલો તેમજ ચોમાસાની સારી પ્રગતિની સાનુકૂળ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેકસ, કેપિટલ ગુડ્સ, ઓઇલ & ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૧ અને વધનારની સંખ્યા ૧૧૯૭ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના ઉત્પાદન ક્ષેત્રથી વિપરીત સેવા ક્ષેત્રની સ્થિતિ જુલાઈમાં પણ નબળી ચાલુ રહી હતી. મહારાષ્ટ્ર, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં નિયમનકારી અંકૂશો જુલાઈમાં ચાલુ રહેતા સેવા ક્ષેત્ર ખાસ કરીને હોટેલ્સ, પર્યટન વગેરે પર પ્રતિકૂળ અસર ચાલુ રહી હતી. કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખી  કેટલીક રાજ્ય સરકારોએ નિયમનો ચાલુ રાખ્યા છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર  કરાતો  સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ જે જુન માસમાં ૪૧.૨૦ રહ્યો હતો તે જુલાઈ માસમાં વધી ૪૫.૪૦ રહ્યો હતો. આમ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જુલાઈમાં સતત ત્રીજા મહિને ૫૦થી નીચે રહ્યો હતો જે સેવા ક્ષેત્રમાં સંકોચન થયાનું સૂચવે છે. 

ભારતીય અર્થતંત્ર માટે મહત્વના એવા સેવા ક્ષેત્ર પર કોરોનાએ ગંભીર અસર પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે. નબળી માંગ તથા મંદ આઉટલુકને કારણે જુલાઈમાં પણ સેવા ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી સતત આઠમાં મહિને ચાલુ રહી હતી. જુલાઈમાં વેપાર આશાવાદ પણ ગયા વર્ષના જુલાઈ બાદ પહેલી વખત નેગેટિવ જોવા મળ્યો છે. કાચા માલના ભાવમાં વધારાને કારણે સેવા માટેના ચાર્જિસમાં પણ છેલ્લા આઠ માસનો ઝડપી વધારો જોવાયો છે. તમામ નેગેટિવ પરિબળોને જોતાં શેરબજારની જોવાઈ રહેલી અફડાતફડીની ચાલ અને ચોક્કસ એક સેકટરના શેરોમાં રોજબરોજ તેજી કરીને બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોને જોતાં આગામી દિવસોમાં સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૬.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૫.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૨૦૨ પોઈન્ટ થી ૧૬૧૩૩ પોઈન્ટ ૧૬૧૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૫.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૯૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૬૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૭૮૭ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૮૦૧ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૯૪ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૮૭ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૨ થી રૂ.૮૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૯૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૨ થી રૂ.૬૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૪૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૫૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૨૮ ) :- રૂ.૧૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૩૮ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૦૧ ) :- ૬૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular