Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઘાટકોપર હિંગવાલા મોટા સંઘમાં ગોંડલ સંપ્રદાયના પૂ. મનોહરમુનિ મહારાજ કાળધર્મ પામ્યા

ઘાટકોપર હિંગવાલા મોટા સંઘમાં ગોંડલ સંપ્રદાયના પૂ. મનોહરમુનિ મહારાજ કાળધર્મ પામ્યા

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના આગમ દિવાકર પૂ. જનકમુનિ મ.સા.ના સુશિષ્ય શાસ્ત્ર દિવાકર બા.બ્ર.પૂ. મનોહરમુનિ મ.સા. 70 વર્ષની વય 50 વર્ષના દિક્ષા પર્યાય સહિત તા. 20-5ના સવારે 4:31 કલાકે હિંગવાલા લેન મોટા ઉપાશ્રય ઘાટકોપર ખાતે કાળધર્મ પામ્યા છે. બપોરે 2:30 કલાકે પાલખીયાત્રા નિકળી હતી.

જુનાગઢ જિલ્લાના પ્રાંસવાના પ્રાણલાલ ધરમશી દેસાઇ અને રસીલાબેનના એકના એક પુત્ર મનહરભાઇની ધારીમાં વિ.સં. 2027, વૈશાખ સુદ 11 તા. 6-5-1971ના કાકા મહારાજ પૂ. જનકમુનિ મ.સા.ના હસ્તે દિક્ષા થયેલ હતી. જુનાગઢ સંઘના પ્રમુખપદે સેવા આપનાર પ્રાણભાઇ દેસાઇ (પૂ. મનોહરમુનિ મ.સા.)ના પિતાએ બોરીવલીમાં દિક્ષા અંગીકાર કરી સંથારાની આરાધના કરેલ હતી. બબ્બે બહેનો પૂ. નંદાજી અને સુનંદાજી મહાસતીજીએ તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના હસ્તે દિક્ષા અંગીકાર કરેલ હતી. જેઓ વર્ષોથી વયાવચ્ચમાં છે. ગુરૂદેવ પૂ. જનકમુનિ મ.સા. હિંગવાલા ઉપાશ્રયમાં જ કાળધર્મ પામ્યા હતાં. ચૈત્રી આયંબિલ ઓળી પ્રસંગે પૂ. મનોહરમુનિ મ.સા. પધાર્યા હતાં. તા. 23-5ના દિક્ષાના 50 વર્ષ થનાર હતાં. ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. જશરાજજી મ.સા., પૂ. ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular