Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે મહાનાયક

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે મહાનાયક

- Advertisement -

ડીસ્કવરી ચેનલના વિશ્વ પ્રસિદ્ધ શો “MAN VS WILD”ના હોસ્ટ બેઅર ગ્રીલ્સ ગુજરાતના સાસણમાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે દેખાય તેવી શક્યતાઓ છે. આ અગાઉ પણ ગ્રીલ્સ ભરતના જંગલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર રજનીકાંત તથા અક્ષયકુમાર સાથે ભારતનાં જંગલોમાં એપિસોડ કરી ચૂક્યા છે. ગીર નેશનલ પાર્કમાં શૂટિંગ માટે ગીલ્સની ટીમે ગુજરાત સરકાર પાસે પરમિશન માંગી છે. જો પરમીશન આપી દેવામાં આવે તો અગામી સમયમાં ગીર નેશનલ પાર્કમાં સીરીઝનું શુટિંગ ચાલુ થઇ જાય તેવી શક્યતાઓ છે.

- Advertisement -

ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીના ત્રણેય એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.  ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યો છે. આ વખતે ડીસ્કવરી ચેનલના “MAN VS WILD” પ્રોગ્રામ હેઠળની “ ઇન ટુ ધ વાઈલ્ડ” સીરીઝના એપીસોડનું શુટિંગ ગીર નેશનલ પાર્કમાં અમિતાભ બચ્ચન સાથે થાય તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

અગાઉ બેયર ગ્રીલ્સે ‘MAN VS WILD’ સિરીઝ માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ગ્રીલ્સે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં પણ શૂટિંગ કર્યું હતું. છેલ્લે અક્ષયકુમાર સાથેના એપિસોડનું 11 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રસારણ કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular