જામનગર શહેરના રણજીતરોડ પર એક શખ્સ મોબાઇલમાં એપ્લીકેશનના માધ્યમથી આઈપીએલ 20-20 ક્રિકેટ મેચમાં રનફેરનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રૂા.1800 ની રોકડ અને 500 ના મોબાઇલ સાથે દબોચી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને આ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર ઠેક ઠેકાણે સટોડીયાઓ રનફેરનો જૂગાર રમતા હોય છે અને પૈસાની હારજીત કરતા હોય છે. જેમાં જામનગર શહેરમાં રણજીત રોડ પર જાહેરમાં મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા ઇન્ડીયન પ્રીમીયર લીગ 2022 ની રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાતા મેચમાં હારજીતનો જૂગાર રમાડતા મીલન સુરેશ સોલંકી નામના શખ્સને રૂા.1800 ની રોકડ અને રૂા.500 નો મોબાઇલ મળી કુલ રૂા.2300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મુનાફ મહમદ આંબલિયા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.